• Home
  • Media
  • >>
  • News & Press Releases
  • >>
  • બ્રાઇટ સોલરનું એનએસઇ ઇમર્જ ઉપર મજબૂત લિસ્ટિંગ
બ્રાઇટ સોલરનું એનએસઇ ઇમર્જ ઉપર મજબૂત લિસ્ટિંગ

અમદાવાદ, 9 જુલાઇ, 2018 – અમદાવાદ સ્થિત સોલર વોટર પમ્પિંગ અને એનર્જી કંપની બ્રાઇટ સોલર લિમિટેડ (બીએસએલ) આજે એનએસઇ એસએમઇ ઇમર્જ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થઇ હતી. ટ્રેડિંગના પ્રથમ દિવસે બ્રાઇટ સોલરનો શેર રૂ. 36.60ના સ્તરે ખુલીને રૂ. 38.40ના સ્તરે સ્પર્શીને રૂ. 36.95ના સ્તરે બંધ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કંપનીનો આઇપીઓ 1.76 ગણો ભરાયો હતો તથા 54,00,000 શેરની સામે 94,10,000 એપ્લીકેશન મળી હતી.

બેલ રિંગિંગ સેરેમનીમાં એનએસઇના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આશિષ ગોયલ, બીલાઇનના શ્રી નિખિલ શાહ, સીએ વિકાસ જૈન, બ્રાઇટ સોલર લિમિટેડના ડિરેક્ટર્સ શ્રી પિયુષકુમાર બાબુભાઇ થુમર (સીએમડી), શ્રી દ્વારકાદાસ થુમર (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર) અને શ્રી ફુલકુમાર સલુજા (સ્વતંત્ર ડિરેક્ટર) ઉપસ્થિત રહ્યાં હતાં.

એનએસઇના પ્રતિનિધિ તરીકે શ્રી આશિષ ગોયલે રોકાણકારોને સોલર એનર્જીમાં રોકાણ કરવા તેમજ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ મારફતે વધુ એસએમઇને આઇપીઓ લાવવા માટે પ્રોત્સાહિત કરી હતી. આ પ્રસંગે શ્રી પિયુષકુમાર બાબુભાઇ થુમરે તમામ રોકાણકારો અને જનતાનો સકારાત્મક પ્રતિસાદ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બ્રાઇટ સોલર લિમિટેડ લોકોના સહયોગથી મજબૂત આગેકૂચ કરશે.

આઇપીઓ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ પ્રસ્તાવિત સોલર પીવી મોડ્યુલ્સ /પેનલ્સના સ્ટેમ્પિંગ અને રજીસ્ટ્રેશન સહિત જમીન સંપાદન, કાર્યકારી મૂડીની જરૂરિયાતો સહિતના ખર્ચને પૂર્ણ કરવા માટે કરાશે.

Bright Solar Limited Office