- Home
- Media >>
- News & Press Releases >>
- નવમી AGMમાં બ્રાઇટ સોલારનો સંદેશ
આદરણીય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મારા વ્હાલા શેરહોલ્ડરો, કંપનીના મહેનતી કર્મચારીઓ તથા અત્રે ઉપસ્થીત તમામ મહાનુભાવો,
આ મારું સૌભાગ્ય જ નહિ પરંતુ ખુશનસીબી પણ છે કે તમારું સ્વાગત કરવાનો અવસર મને ફરી એક વખત મળ્યો છે. ગયા 12 મહિનામાં આપણે નવી સિદ્ધિઓ સર પણ કરી છે, અને એ જ સિદ્ધિઓ આપણા નવા સપનાઓ તરફ દિશા પણ દેખાડવાની છે.
આદરણીય પ્રધાનમંત્રીશ્રી એ એક ભાષણમાં કહ્યું હતું કે ભારતએ 100 GW ની સોલાર ક્ષમતા 2022 સુધીમાં વસાવવાની છે, કે વધુ સસ્તી બનાવીને, પ્રગતિશીલ બનાવીને, વિશ્વસનીય બનાવીને સોલાર ઉર્જાને ઘર ઘર સુધી પહોંચાડવાની છે. બ્રાઇટ સોલાર પણ આ સપનાને સાકાર કરવા પૂર્ણ રીતે કટિબદ્વ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની
અનેક આગવી પહેલો અને સબસિડીઓ થકી ભારતમાં એક નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. નવી ટેક્નોલોજી, દેશ-વિદેશ થી રોકાણ, પર્યાવરણ પ્રતિ જનજાગૃતિ અને દેશસેવા ના ઉત્સાહ થકી એક નવો ઉદભાવ જાગી રહ્યો છે. બ્રાઇટ સોલાર ન માત્ર આ તમામ નવા સમાચારોને આવકારે છે, પરંતુ દિવસે ડબલ ને રાત્રે ચાર ગણી મેહનત કરી મહત્તમ માં મહત્તમ ફાળો આપવાનો દ્રઢ સંકલ્પ પણ સાધે છે.ગયા વિત્તીય વર્ષ દરમિયાન આપણી કંપની એ કુલ આવકમાં એકસો પિસ્તાળીશ ટકા (145%) નો વધારો કર્યો છે. આની તમામ વિગતો રિપોર્ટમાં મોજુદ છે, એ વિષે ચર્ચા કરી તમારો કિંમતી સમય હું વ્યર્થ કરવા નહીં માગતો.
2018માં આપણે વિધિવત રીતે NSE ઇમર્જ પ્લેટફોર્મમાં લિસ્ટ થયા. ભારતના છેડાઓ વટીને આપણી આંતરરાષ્ટ્રીય ઓફિસો પણ ખૂઈલી. નાના નાના પગલાં ભરી, પણ મોટા મોટા આયામો સિદ્ધ કરી આજે આપણે એ મુકામે પહોંચી ગયા કે સોલાર ઇન્વર્ટર આયાત કરવાની જગ્યાએ આપણે બહુ જલ્દી તેનું જાતે જ ઉત્પાદન કરવાના. નવી નિર્ધારેલ સૂર્ય ગુજરાત રૂફટોપ સબસિડી પછી તો કોઈ પણ કસર અધૂરી રાખ્યા વિના આપણી ટીમ આ કંપનીને એતિહાસિક મુકામે પહુંચાડવા કામે લાગી ગઈ છે. ગુજરાતને સોલાર રાજ્ય બનાવવામાં બ્રાઇટ સોલારનું ઉંચુ નામ હશે.